પાનકોબી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ પાનકોબી ને મિડિયમ સાઇઝ ની કાપી ને પાણી થી ધોઈનીતરવા મૂકો ત્યાર બાદબટકા ને છોલી એના પાતળા કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગરી ટમેટા ને સાફ કરી કટકાકરી એક બાજુ મૂકો અને લસણ આદુ ની પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી શકો ડુંગળી નરમ થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં બટાકા નાખી મિક્સ કરી લ્યો સાથે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને મિડીયમ તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ફરી શાક મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ફરી ત્રણ ચાર મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો ત્યાર બાદ એમાં સુધારેલ પાનકોબી , વટાણા અને ટમેટા નાખી મિક્સકરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો
પાંચ છ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સકરો ને જરૂર હોય તો મીઠું નાંખી મિડીયમ ફૂલ તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો
હવે ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાનકોબી બટાકા નું શાક