Go Back
+ servings
ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત - dryfruit barfi banavani rit - dry fruit barfi banavani rit - ડ્રાયફ્રુટ બરફી - dry fruit barfi recipe in gujarati - dryfruit barfi recipe in gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit | ડ્રાયફ્રુટ બરફી | dry fruit barfi recipe in gujarati | dryfruit barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત - dryfruit barfi banavani rit શીખીશું. શિયાળોઆવતા જ બધા ને પોતાની તંદુરસ્તી બનાવવાની ઈચ્છા થાય છે જેથી આખું વર્ષ તંદુરસ્ત રહેવાય એટલે જ શિયાળો આવતા આલગ અલગ વસાણાં માંથી બનેલ વાનગીઓ અને ડ્રાયફ્રુટ માંથી બનેલ વાનગીઓખવાતી હોય છે એવી જ એક વાનગી આજ આપણે બનાવતા શીખીશું તો ચાલો dry fruit barfi banavani rit , dry fruit barfi recipe in gujarati , dryfruit barfi recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રુટ બરફી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit barfi ingredients in gujarati

  • 1 કપ અંજીર
  • 1 કપ કાજુ
  • 1 કપ ખજૂર
  • 1 કપ સુકું છીણેલું નારિયેળ
  • 1 કપ બદામ
  • 1 કપ ચારવડી
  • 1 કપ પિસ્તા
  • 1-2 ચપટી એલચી
  • 2-3 ચમચી પીગળેલા ગોળ / ખજૂર નો રસ
  • 1 ચમચી ખસખસ
  • 1-2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
  • 4-5 ચમચી ઘી

Instructions

ડ્રાયફ્રુટ બરફી | dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit | dry fruit barfi recipe | dryfruit barfi recipe

  • ડ્રાયફ્રુટ બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો અને કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી લ્યો અને સૂકા નારિયળ ને છીણી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કપ પાણી ગરમ કરી લ્યો ત્યારબાદ એમાં અંજીર અને ઠડિયા કાઢેલ ખજૂર નાખી ઉકાળવા મૂકો સાથે એમાં એલચી નાખી દયો
  • દસ પંદર મિનિટ સુધી ચડાવી લેવાથી ખજૂર અને અંજીર નરમ થઇ જાશે એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દેવા થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કટકા કરેલ ડ્રાયફ્રુટ અને ચારવડી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા ત્રણ ચાર ચમચી શેકેલ ડ્રાયફ્રુટ વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં છીણેલું નારિયળ નાખી ને એને પણ શેકી લ્યો
  • હવે એમાં તૈયાર કરેલ પલ્પ  નાખો ને મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે હલાવતા રહો ને હલાવવા માટે લાંબા હાથા વાળો લેવો અથવા નેપકીન હાથ પર બાંધી નેહલાવું જેથી છાંટા ના ઉડે. હવે ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લ્યો
  • અને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો આમ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિક્સ ઘટ્ટ થાય એટલે એમાં ખજૂર રસ અથવા ગોળ પિગાડી ને નાખી મિક્સ કરોઅને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ થી અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
  • મિશ્રણ ઘટ્ટ થઈ ભેગુ થાય એટલે એમાં ખસખસ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખીને એક સરખી ફેલાવી લ્યો ને ઉપર થી એક બાજુ મુકેલ ગુલાબ ની પાંદડી, ડ્રાયફ્રુટ અને ખસખસ છાંટીને દબાવી દયો ને ચાર પાંચ કલાક ઠંડી થવા દયો ઠંડા થાય એટલે એના ચાકુ થી કટકા કરી લ્યો તો તૈયાર છે ડ્રાયફ્રુટ બરફી

dry fruit barfi recipe in gujarati notes| dryfruit barfi recipe in gujarati notes

  • અહી તમે ખજૂર અંજીર ને આખી રાત પાણી માં પલાળી ને પીસી ને પણ વાપરી શકો છો ને ખજૂર અંજીરના પલ્પ ને બે ત્રણ ચમચી ઘી માં અલગ થી શેકી ઘટ્ટ કરી શકો છો
  • જો બીજી કોઈ મીઠાસ ના નાખવી હોય તો ખજૂર ની માત્રા વધારી દેવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો