ટમેટા બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા ધોઇ ને નાખો ને એકાદ ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ચાર પાંચ સીટી કરી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને છોલી લ્યો
હવે બે ત્રણ ટમેટા ને છીણી લ્યો અથવા સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એકાદ ટમેટા ને મોટા મોટા કટકા માં સુધારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, કાચી વરિયાળી, આખા ધાણા અધ કચરા, તમાલપત્ર, લવિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો
હવે એમાં હિંગ, સૂકા લાલ મરચા,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યોત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / લાલ મરચાનો પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી નાખી ને મિક્સ કરી ચડાવો
મસાલા શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી બે મિનિટ ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લેશું ત્યાર બાદ એમાં હાથ થી તોડી ને બટાકા નાખી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ સવા થી દોઢ કપ ગરમ પાણી નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા
સાત મિનિટ માં શાક થોડું ઘટ્ટ થઈ જશે ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે ટમેટા બટાકા નું શાક