Go Back
+ servings
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત - ફરાળી હાંડવો બનાવવાની રીત - Farali handvo recipe in Gujarati

ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati | Farali handvo banavani rit

આપણે શીખીશું ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત,Farali handvo recipe in Gujarati,Farali handvo banavani rit.
4.41 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

  • 1 કપ સાઉ/ મોરૈયો
  • ½ કપ સાબુદાણા
  • ½ કપ દહીં
  • ½ કપ પાણી
  • 1 કપ છીણેલી દૂધી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી તજ, લવિંગ, મરી નો ભૂકો
  • 2-3 ચમચી સીંગદાણા નો અધ્ધકચરો ભૂકો
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી  ઇનો
  • 2-3 ચમચી જીરૂ
  • 2-3   ચમચી     તલ
  • 8-10 મીઠા લીમડા ના પાન

Instructions

ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo banavani rit

  • ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવા સૌપ્રથમ એક મિક્સરજારમાં એક કપ સાવ તથા અડધો કપ સાબુદાણા લઇ ઝીણા પીસી લ્યો
  • હવે પીસેલા સાવ ને સાબુદાણાની એક વાસણમાં લ્યો
  • તેમાં દહીં અને પાણી ઉમેરી મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકીદો
  • અડધો કલાક થવા આવે એટલે એક કપ જેટલી દૂધીનેછીણી લો
  • હવે છીણેલી લીધી સાવ સાબુદાણાના મિશ્રણમાં નાંખો
  • ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ ,લીલા ધાણા,ખાંડ, તજ લવિંગ મરી નો ભૂકો ,સીંગદાણાનો ભૂકો નાખી બધું બરાબર મિક્સ કરી લો
  • હવે આ મિશ્રણના તમારા પાસે જે પ્રમાણે કડાઈકે તવી હોય એ મુજબ ભાગ કરી લ્યો
  • હવે એક ભાગ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો
  • હવે ગેસ પર એક નોન સ્ટીક તવી કે કડાઈ લ્યો
  • તેમાં બે-ત્રણ ચમચી તેલ નાખો
  • ત્યારબાદ તેમાં જીરું, તલ, મીઠો લીમડાનો વઘાર કરો
  • હવે તેમાં ઇનો મિક્સ કરેલો મિશ્રણ નાખી બધીબાજુ બરોબર રીતે ફેલાવી દો
  • હવે ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચઢાવો
  • પાંચથી સાત મિનિટ બાદ તવિથા વડે બધી બાજુથીખાંડવાને કડાઈ થી છૂટો કરો
  • ફરાળી હાંડવો અલગ થાય એટલે ધીરેથી બીજા વાસણમાંકે થાળીમાં સરકાવી લો
  • હવે એક જ કડાઈમાં ફરીથી એકથી બે ચમચી તેલ નાખીજીરુ, તલ તેમજ મીઠો લીમડો નાખી વઘાર કરો અને ધીમેથી હાંડવાની પહેલાં જે ઉપર બાજુ રહેલીહતી તે નીચે આવે તે રીતે હાંડવાને  કડાઈમાં મૂકો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી ફરીથી ચાર પાંચ મિનિટબીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે
  • ગરમા ગરમ હાંડવો હાંડવો તમે લીલી ચટણી સાથેપણ પીરસી શકો છો

Farali handvo recipe in Gujarati notes

  • જો દુધીનો ફરાળમાં ઉપયોગ ન કરતા હો તો દૂધ ની જગ્યાએ આવેલું બટાકા અથવા ફરાળી ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો