Go Back
+ servings
ચા નો મસાલો બનાવવાની રીત - cha no masalo - cha no masalo banavani rit - cha no masalo banavani recipe - cha no masalo recipe - cha no masalo recipe in gujarati - tea masala recipe in gujarati - ચાય નો મસાલો બનાવવાની રીત

ચા નો મસાલો | cha no masalo | cha no masalo recipe | ચાય નો મસાલો | chai no masalo recipe

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make cha no masalo ? તો આજ  શિયાળા સ્પેશિયલ ચા નો મસાલો બનાવવાની રીત - chano masalo banavani rit - cha no masalo banavani recipe શીખીશું. ચા નો મસાલો એ ઋતુ પ્રમાણે અલગ અલગ બનતો હોત છે અને શિયાળા માં  મસાલા માં ઇમ્યુનિટી ને વધારતા મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે જેથી કરી શરદી ઉધરસ કે આળસ માં એનર્જી ભરી દે એવી ચા ને મસાલો નાંખી મસાલા વાળી ચા બનાવશું તો ચાલો  cha no masalo recipe in gujarati - tea masala recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

ચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી  | tea masala recipe ingredients in gujarati

  • 20 ગ્રામ એલચી / 3 ચમચી
  • 1 તમાલપત્ર
  • 10 ગ્રામ લવિંગ / 2 ચમચી
  • 15 ગ્રામ મરી / 1 ચમચી
  • 1 ચમચી કાચી વરિયાળી
  • ½ જાયફળ
  • 2 તજ ના ટુકડા
  • 2 મોટી એલચી
  • 8 ગ્રામ મુલેઠી / 3 પીસ
  • 10-15 તુલસી પાન
  • 4-5 તુલસી બીજ દાડી
  • 2 ચમચી સૂંઠ પાઉડર

ચા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પાણી
  • 1 ચમચી ચા ભુકી
  • 1 ½ ચમચી ખાંડ ચમચી
  • 1 કપ દૂધ
  • 1 ચમચી ચા મસાલો

Instructions

ચા નો મસાલો| cha no masalo | cha no masalo recipe | ચાય નો મસાલો | chai no masalo recipe | chai no masalo

  • સૌ પ્રથમ આપણે ચાય નો મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ મસાલા ચાય બનવાની રીત શીખીશું

ચાય નો મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને એમાં  એલચી, તમાલપત્ર, લવિંગ,મરી , કાચી વરિયાળી , અડધું જાયફળ, તજ ના ટુકડા, મોટી એલચી,મુલેઠી નાખી હલાવતા થી શેકો બધા મસાલા શેકવો સુંગધ આવે ને વરિયાળી નોરંગ બદલે ત્યાં સુંધી આશરે પાંચ સાત મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં તુલસી પાન અને તુલસી બીજ ની દાડી નાખી એને પણ ત્રણ ચાર મિનિટ શેકો અથવા સુકાઈ જય ત્યાં સુંધી શેકો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ને મૂલેથી ને ફૂટી લ્યો
  • હવે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જાર માં લ્યો ને એમાં સૂંઠ પાઉડર નાખી પીસી ને પાઉડર કરીલ્યો ને તૈયાર મસાલા ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ ચાનો મસાલો

મસાલા ચાય બનાવવાની રીત

  • ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ચા ભુકી નાખો ને બે ત્રણ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ એમાં ખાંડ નાખો ને બીજી બે ત્રણ મિનિટ ઉકળવા દયો
  • હવે એમાં દૂધ નાખો ને સાથે તૈયાર કરેલ ચા મસાલો નાંખી ને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે અને ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચા ને વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળો ચા બરોબર ઉકળી જાય એટલે ગરણી થી ગાળી ને ગરમ ગરમ સર્વ કરો શિયાળા સ્પેશિયલ મસાલા ચા

chai no masalo recipe note

  • અહી તમે મસાલા માં મરી પણ શેકતી વખતે નાખીશકો છો અને સૂંઠ પાઉડર ની જગ્યાએ સુઠ ને પણ શેકતી વખતે નાખી શકો છો
  • આ સિવાય બીજા કોઈ મસાલા તમે ચા માં ગમતા હોયતો એ પણ નાખી શકો છો
  • ચા બનાવતી વખતે તમે પાણી અને દૂધ ની માત્રાતમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો અને ખાંડ ની માત્ર પણ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો