મેથી બટાકા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી કોરી કરી લ્યો મેથી કોરી થાય એટલે એને ઝીણી ઝીણી સુધારી લ્યો અને બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના સુધારી લેવા સાથે ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં કટકા કરેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને એકાદ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક મિક્સ કરો ને એમાં આદુ પેસ્ટ, લીલા મરચાં સુધારેલ નાખી મિક્સકરી લ્યો અને બીજી ને ત્રણ ઢાંકી ને ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી ફરી શાક ને ચમચા થીમિક્સ કરી લ્યો ને ચેક કરી બટાકા ચડી ગયા કે નહિ જો બટાકા 70-80% ચડી ગયા હોય તો એમાં મસાલા નાખવા નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવી લેવા
બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણી સુધારેલી મેથી અનેટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી કરી લ્યો ને ગેસ ને મિડીયમ કરી ઢાંકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો
બધા મસાલા ને બટાકા બરોબર ચડી એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો મેથી બટાકા નું શાક