લીલી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ના ઉપર આવેલ ખરાબ પાણી ને કાઢી નાખો ત્યાર બાદબે ત્રણ પાણી થી ધોઇ નાખવી જેથી એના પર રહેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ એના પાન અલગ અને સફેદ ભાગ અલગ કરી લ્યો અને બને ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણની લીલા મરચા ને પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી ને શેકો મસાલા શેકાઈ જાયએટલે એમાં ચાળી ને બેસન નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો
બેસન શેકવા ની સુંગંધ આવે અથવા થોડો લાલ થતો દેખાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદરનાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી એમાં સફેદ ડુંગળી વાળી સુધારેલીડુંગળી નાખી ને મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં ગરમ પાણી નાખીને મિક્સ કરી લ્યો
હવે પાણી ને ઉકળવા દયો અને શાક થોડું ઘટ્ટ થવા દયો શાક ઘટ્ટ થાય એટલે એમાં લીલી ડુંગળીના સુધારેલ પાન નાખી મિક્સ કરી લ્યો ને એને પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાન બરોબરચડી જાય એટલે એમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી ( ઓપ્શનલ છે) મિક્સકરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો લીલીડુંગળી નું શાક