Go Back
+ servings
મકાઈ ની રોટલી બનાવવાની રીત - makai ni roti recipe - makai ni rotli banavani rit - makai ni rotli recipe in gujarati - મક્કી દી રોટી - મક્કી દી રોટી - makai ni roti

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni roti recipe | makai ni rotli banavani rit | makai ni rotli recipe in gujarati | મક્કી દી રોટી | મક્કી દી રોટી | makai ni roti

નમસ્તે મિત્રો આજે આપણે મક્કી દી રોટી - મક્કી દી રોટી - મકાઈ ની રોટલી બનાવવાનીરીત - makai ni rotli banavani rit શીખીશું.  પંજાબ માં શિયાળો આવતા જ સરસો નું શાક ને મકાઈ ની રોટલી દરેક ઘર માં બનતુંથઈ જાય અને આજ કાલ તો પંજાબ સિવાય પણ મકાઈ ની રોટલી ને સરસો નું શાક ખૂબ પ્રખ્યાત છેઅને ઘણી હોટલ અને રેસ્ટોરાં માં કે ઢાબા પર ખાવા મળતું હોય છે તો આજ આપણે ઘરે મકાઈની રોટલી તૂટીયા વગર બનાવવાની રીત શીખીશું તો ચાલો makai ni rotli recipe in gujarati - makai ni roti શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

મકાઈ ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી | makai ni rotli ingredients

  • 4 કપ મકાઈનો લોટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 સફેદ મૂળો પાંદ સાથે
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મક્કી દી રોટી | મક્કી કી રોટી | makai ni roti | મકાઈ ની રોટલી | makai ni roti recipe

  • મકાઈની રોટલી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ એના પાંદ ને અલગ કરી લ્યો ને પાંદ ને ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો અને મૂળા ને છોલી સાફ કરી ઝીણી છીણી વડે છીણી લ્યો અને ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી હથેળી વળી નીચોવી નાખો
  • હવે એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા સુધારેલા અને મૂળાના ઝીણા સમારેલા પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીચોવી રાખેલ મૂળા નું છીણ નાંખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ મકાઈ નો કોરો લોટ સાથે હલકા હાથે વણી ને તૈયાર કરો અને તૈયાર રોટલી ને બને બાજુપાણી વારો હાથ લગાવી ને તવી પર નાખો
  •  રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવીલ્યો રોટલી બને બાજુ થોડી થોડી ચડી જાય પછી બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો આમ બીજીરોટલી વણી લ્યો ને એને પણ બને બાજુ પાણી વારો હાથ લગાવી તવી પર નાખી બને બાજુ શેકીલ્યો આમ બધી રોટલી વણી ને શેકી લ્યો અને સરસો ના શાક કે બીજા કોઈ પણ શાક કે અથાણાં દહી સાથે સર્વ કરો મકાઈ ની રોટલી

makai ni roti recipe notes

  • અહી તમે છીણેલા મૂળા ની જગ્યાએ પા કપ ઘઉં નો લોટ ચાળી ને નાખી શકો છો
  • મકાઈની રોટલી થોડી તેડાએલ જ બને છે જો ગોળ બનાવી હોય તો નાની થાળી કે પ્લેટ મૂકી કટ કરી એક સરખી ગોળ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો