Go Back
+ servings
દુધી નું ભરથું બનાવવાની રીત - dudhi nu bharthu banavani rit - dudhi nu bharthu recipe in gujarati - dudhi nu bharthu recipe - દુધી નું ભડથું બનાવવાની રીત - દુધી નું ભરથું - દુધી નું ભડથું - dudhi nu bharthu

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe in gujarati | dudhi nu bharthu recipe | દુધી નું ભડથું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે દુધી નું ભરથું બનાવવાની રીત - dudhi nu bharthu banavani rit શીખીશું. દૂધી નું ભરથું  પણ રીંગણ ના ભરથા જેમ જ બનાવવા આવેછે જે દૂધી નો એક અલગ જ સ્વાદ લાગશે અને એક વખત તો ટ્રાય કરવા જેવું છે તો ચાલો દુધી નું ભડથું બનાવવાની રીત - dudhi nu bharthu recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દૂધીનું ભરથું બનાવવા જરૂરી સામગ્રી | dudhi nu bharthu ingredients

  • 1 કાચી દૂધી
  • 2 ટમેટા
  • 8-10 લસણની કણી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

dudhi nu bharthu | દુધી નું ભરથું | dudhi nu bharthu recipe | દુધી નું ભડથું | doodhi nu bharthu

  • દૂધી નું ભરથું બનાવવા સૌ પ્રથમ દૂધી અને ટમેટા ને ધોઇ ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ દૂધી માં ચાકુ થી કાણા કરી એમાં લસણ ની કણી ભરાવી દયો ને તેલ વારા હાથ કરી દૂધી પરઅને ટમેટા પ્ર તેલ લગાવી દયો
  • હવે ગેસ પર ટમેટા અને દૂધી ને શેકવા મૂકો ને ફેરવી ફેરવી ને દૂધી ને બરોબર શકી લ્યો બધી બાજુ થી દૂધી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો ને દૂધી ની ચાકુથી અને ટમેટાની છાલ ઉતારી લ્યો ને મેસર વડે મેસ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો
  • ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મેસ કરેલ દૂધી ટમેટા નાખી મિક્સ કરો ને ઢાંકીને પાંચ મિનિટ ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દૂધી નું ભરથું

dudhi nu bharthu recipe notes

  • દૂધી નાની અને કાચી લેવી જેથી બરોબર શેકાઈ જાય જો બીજ વાળી દૂધી હસે તો બીજ બરોબર ચડસે નહિ
  • તમે ચાહો તો શેકવા માં સાથે એકાદ ડુંગળી પણ રાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો