Go Back
+ servings
ફુલાવર પરોઠા - ફુલાવર ના પરોઠા બનાવવાની રીત - fulavar na parotha banavani rit - fulavar na paratha banavani rit - flower paratha banavani rit - flower paratha recipe in gujarati - fulavar paratha recipe in gujarati

ફુલાવર પરોઠા | ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | fulavar na paratha banavani rit | flower paratha banavani rit | flower paratha recipe in gujarati | fulavar paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફુલાવર ના પરોઠા બનાવવાની રીત - fulavar na parotha banavani rit - fulava rna paratha banavani rit શીખીશું. આજ કાલ બજાર માં મસ્ત ફુલાવર મળે છે જેમાંથી તમે અલગ અલગ પ્રકાર ના શાક બનાવીને ખાતા હસો પણ આજ આપણે કોઈ શાક નહિ પણ ફુલાવર માંથી સવાર સાંજ ના નાસ્તા માં ગરમ ગરમખાઈ શકાય એવા પરોઠા બનાવતા શીખીશું તો ચાલો flower paratha banavani rit - flower paratha recipe in gujarati - fulavar paratha recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ફુલાવર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 750 ગ્રામ ફુલાવર
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી ફુદીનાના પાન સુધારેલ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી અજમો
  • 1 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ઘી જરૂર મુજબ
  • ફુલાવરનું સ્ટફિંગ

Instructions

ફુલાવર પરોઠા | fulavar na parotha | fulavar na paratha | flower paratha | flower paratha recipe | fulavar paratha recipe

  • સૌપ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનવતા શીખીશું

પરોઠા નો લોટ બાંધવા ની રીત | parotha no lot bandhvani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી અજમો નાખી મિક્સ કરો ને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

ફુલાવરનું સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • ફુલાવરના પરોઠા બનાવવા સૌપ્રથમ ફુલાવર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી થી છીણીલ્યો અને એક વાસણમાં કાઢી લો હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફુદીનો સુધારેલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરીલ્યો

ફુલાવર પરોઠા બનાવવાની રીત | fulavar na paratha banavani rit

  • બાંધેલા લોટ ને ફરી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો લ્યો ને એને હાથ થી વાટકા જેવો આકાર બનાવો અને એમાં સમાય એટલું ફુલાવર નું સ્ટફિંગ નાખી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ને ફરી બને હથેળી વચ્ચે દબાવી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી ગરમ થાય ત્યાં સુધી પરોઠા ને હલકા હાથે વણી લ્યો ને ગરમ  તવી પર વનેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી/ તેલ નાખી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરતા જાઓ અને માખણ  અને દહી સાથે સર્વ કરો ફુલાવર પરોઠા

flower paratha recipe in gujarati notes

  • અહી તમે ચાહો તો સટફિંગ ને કડાઈ માં શેકી ને પણ વાપરી શકો છો અથવા મસાલા ને તેલ માં શેકીને ફુલાવર સાથે મિક્સ કરી શકો છો
  • લોટને થોડો નરમ બાંધશો તો પરોઠા વણતી વખતે ઓછા તૂટશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો