Go Back
+ servings
ફરાળી લાડવા - ફરાળી લાડુ - farali ladoo - farali ladoo recipe - farali ladu - ફરાળી લાડવા - ફરાળી લાડવા બનાવવાની રીત - ફરાળી લાડુ બનાવવાની રીત - farali ladoo banavani rit - farali ladoo recipe in gujarati - farali ladu banavani rit

ફરાળી લાડવા | ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત | farali ladoo banavani rit | farali ladoo recipe in gujarati | farali ladu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી લાડવા બનાવવાની રીત - farali ladoo banavani rit શીખીશું. આ લાડવા તમે વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો જે તમને એનર્જી આપશે અનેતમે એક વખત તૈયાર કરી આઠ દસ દિવસ આરામથી ખાઈ શકો છો તો ચાલો ફરાળી લાડુ બનાવવાની રીત - farali ladoo recipe in gujarati - farali ladu banavani rit શીખીએ
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati

  • 1 કપ રાજગરા નો લોટ / શિંગડા નો લોટ/ સાવ નો લોટ
  • ¼ કપ ઘી +2 ચમચી
  • 2 ચમચી ખાવાનો ગુંદ
  • કપ છીણેલું નારિયેળ
  • ¼ કપ બદામ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ 
  • 2-3 ચમચી ખજૂરના કટકા
  • 5-6 ચમચી કાજુ , બદામ, પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી દૂધ

Instructions

ફરાળી લાડવા | ફરાળી લાડુ | farali ladoo | farali ladoo recipe | farali ladu

  • ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો
  •  હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અનેએમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબરશેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચીપાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા,ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા

farali ladoo recipe in gujarati notes

  • અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
  • અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છોતો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો