Go Back
બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં - બટાકા વડા ની રેસીપી - Batata vada recipe in Gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati

મુંબઈ સ્ટાઇલ બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં,બટાકા વડા ની રેસીપી , Batata vada recipe in Gujarati.
4.41 from 5 votes
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 0 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • વડાતરવા માટે તેલ

વડાના બટેટા સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી

  • 6 બટાકા
  • 6 લીલા મરચાં
  • 5 લસણ ની કળી
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • 4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી અડદ ની દાળ
  • ¼ ચમચી હિંગ
  • 10-12 મીઠા લીમડા ના પાન
  • ¼ ચમચી હળદર પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ¼ કપ લીલા ધાણા સમારેલા

ચણા/બેસન ના ઘોળ માટે જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • ¼ ચમચી મીઠું
  • ¼ ચમચી હળદર પાઉડર
  • 1 ચપટી ખાવાનો સોડા

Instructions

બટાકા વડા બનાવવાની રીત | Batata vada recipe in Gujarati

  • બટાકા વડા બનાવવાની રીત મા પેલે આપણે વડા નું સ્ટફિંગ શીખીશું , પછી બેસન નો ઘોળ બનાવતા શીખીશું

બટાકા વડા ના સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌપ્રથમ એક કુકર માં ૩ સીટી વાગે ત્યાં સુધી બટેટા બાફી લેવા.
  • બટેટાને કુકર માંથી કાઢી ઠંડા થવા દેવા.
  • બટેટા ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લેવી. એક બાઉલ માં બટેટા ને છૂંદી લેવા.
  • હવે એક મિક્સર જારમાં લીલા મરચાં,લસણ ની કળી, આદુ નો ટુકડો લઈ એને જાડુંપીસી લો.
  • એ કવઘારિયા/ કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ ની દાળ નાખો. રાઈ તતડે એટલેતેમાં હિંગ, લીમડા ના પાન, હળદર પાઉડર નાખી શેકી લો અનેતેને છુંદેલા બટેટા માં નાખી દો અને તેમાં મીઠું સ્વાદાનુસાર અને લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી લો.
  • બટેટાનો મસાલો તૈયાર છે. હવે બેસન નો ઘોળ બનાવી વડા તરસુ.

બેસનના ઘોળ બનાવવાની રીત

  • એક બાઉલ માં ૨ કપ બેસન,મીઠું, હરદર પાવડર, અને ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો.

બટાકા વડા તરવા માટે

  • હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી બટેટા ના સ્ટફિંગ માંથીનાના નાના ગોળા બનાવી તૈયાર કરી લો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક એક કરીને બધાગોળા ને બેસન ના ઘોળ માં ડુબાડી ને તરવા મૂકો. વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો.
  • તૈયાર છે ટેસ્ટી બટેટા વડા. તેને ચટણી અને મરચા સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો