પાપડીનું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢીએના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહોતો આખી પણ સુધારી શકો છો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો
પાપડીને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
પાંચ મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ પાપડીબરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક