બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યારબાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ નેએક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળીમાં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો
બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક સાથે મજા લ્યો બાજરા મેથી પુરી