ફુલાવર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ ફુલાવર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને પાણીમા નાખી દયો અને બટાકા છોલી ને એના પણ મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી દયો સાથેડુંગળી ને ઝીણી સુધારી લ્યો ને ટમેટા ની પ્યુરી તૈયાર કરી લ્યો
હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરી એમાં ફુલાવર ના કટકા નાખી બે ત્રણ મિનિટ બાફી લ્યોને ત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ફુલાવર અને બટેકા ના કટકા નાખી ચાર પાંચ મિનિટ હલાવી ને શેકી લ્યો બેને ને પાંચ મિનિટ શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ માં બીજી ને ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો અને સ્ટાર ફૂલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં હળદર, ધાણા જીરું પાઉડરઅને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
ગ્રેવી બરોબર ચડાવી ત્યાર બાદ એમાં શેકી ને રાખેલ ફુલાવર બટાકા નાખી મિક્સ કરી લ્યો ને એકકપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો