Go Back
+ servings
ફરાળી કચોરી બનાવવાની રીત - Farali kachori recipe in Gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

આજે આપણે એમાંની જ એક વાનગી ફરાળી કચોરી બનાવવાની રીત - Farali kachori banavani rit શીખીશું, farali kachori recipe in Gujarati.
4 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • તરવા માટે તેલ

સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી

  • ¼  કપ લીલા નારિયલ/સૂકા નારિયલ નું છીણ
  • ¼  કપ ¼ કપ શેકેલા સીંગદાણા નો ભૂકો
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી ચમચી મોરો માવો
  • 8-10 કીસમીસ
  • 2-3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 8-10 કાજુ ના કટકા
  • ½ ચમચી ચમચી લીંબુ નો રસ
  • ½ ચમચી ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

કચોરી માટે જરૂરી સામગ્રી

  • 3-4 બટાકા બાફેલા
  • 1 ચમચી શેકેલું જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ આરા લોટ/સાવ નો લોટ

Instructions

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati

  • કચોરી બનાવવા સૌપ્રથમ તેના સ્ટફિંગ માટે એકવાસણમાં નારિયેળનું છીણ ,શેકેલી સીંગનો ભૂકો,સુધારેલા લીલા ધાણા ,આદુ મરચાની પેસ્ટ,કાજુના કટકા, કીસમીસ, મોરોમાવો, સ્વાદ પ્રમાણે મીઠું ,ખાંડ,લીંબુ નાખી બધું બરોબર મિક્સ કરી લો
  • હવે ઉપરનું કોટિંગ બનાવવા સૌ પ્રથમ બટાકાનેબાફી ત્યારબાદ મેસર વડે મેસ બરાબર પેસ્ટ તૈયાર કરી લો
  • ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલું જીરું, ૧ થી ૨ ચમચા આરાલોટ અથવાસાવ નો લોટ નાખી મિક્સ કરી લો
  • હવે બટાકાના મિશ્રણના નાના નાના ભાગ કરી હાથમાંથોડું તેલ લગાડી બટાકા નો માવો લઈ હથેળી વડે ગોળ કરી સહેજ દબાવી પેડા જેમ કરી  વચમાં નારીયલ વાળો સ્ટફિંગ મૂકો
  • ધીમા હાથે ફરીથી ગોળા વાળી કચોરી તૈયાર કરીલો
  • કચોરી તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે અંદર મૂકેલુંસ્ટફિંગ બારે ના નીકળી જાય
  • આમ બધી જ કચોરી તૈયાર થઇ જાય એટલે તેમને આરાલોટ માં બધી બાજુ કોટિંગ કરી લોબધી કચોરી તૈયાર થઇ જાય એટલે એક બાજુ મૂકી દો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમથાય એટલે બે ત્રણ બે ત્રણ કચોરી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી બધી બાજુ તળી લો
  • બધી જ કચોરી તળાઈ જાય એટલે તેને આમલીની ચટણીઅથવા લીલી ચટણી અથવા મીઠા દહીં સાથે ગરમાગરમ પીરસો

Notes

 મોરો માવો ના નાખવો હોય તો ન નાખો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો