ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી નાખો અને ખજૂર ના ઠડિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને બે ચાર બદામ, કાજુ,પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા ,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધ ને સાત આઠ મિનિટઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધકરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધ માં મિક્સ કરીપી શકો છો
હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ , મધ નાખી મિક્સ કરી લ્યો નેઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ