Go Back
+ servings
કુવાર પાક - kuvar pak recipe - kuvar pak - કુવાર પાક બનાવવાની રીત - kuvar pak recipe in gujarati - kuvar pak banavani rit

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે માણાવદરનો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત - kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં  વગેરે બનતા હોય છે પણ આજ આપને એકમીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત - kuvar pak banavani rit શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients

  • 3-4 એલોવેરા 
  • 1 ½ લીટર ફૂલક્રીમ દૂધ
  • 1 કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાવડર
  • 3-4 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ

Instructions

કુવાર પાક| kuvar pak recipe | kuvar pak

  • એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકીરાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યોને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા
  • હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધુંથાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો
  • ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો
  • પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો નેરોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક

kuvar pak recipe in gujarati notes

  • અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધમાં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
  • અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો