કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચાસુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો