Go Back
+ servings
hot chocolate recipe - હોટ ચોકલેટ - hot chocolate - હોટ ચોકલેટ બનાવવાની રીત - hot chocolate banavani rit - hot chocolate recipe in gujarati

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હોટ ચોકલેટ બનાવવાની રીત - hot chocolate banavani rit શીખીશું. બાળકો ને દૂધ પીવડાવવુંખૂબ મુશ્કેલ હોય છે ણ બાળકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે તો આજ આપણે બાળકો ને દૂધ માં ચોકલેટ નાખી પિવડાવશું જેથીબાળકો કઈ પણ આના કાની વગર ખુશીથી દૂધ પી જસે તો ચાલો હોટ ચોકલેટ મિલ્ક બનાવવા ની રીત- hot chocolate recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી કોફી (ઓપ્શનલ છે)
  • 1 ½ ચમચી કોકો પાઉડર
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી કોર્ન ફ્લોર
  • ¼ કપ ડાર્ક ચોકલેટ
  • 2-3 ચમચી પાણી.

Instructions

હોટ ચોકલેટ | hot chocolate | hot chocolate recipe |

  • હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નેગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સકરી બીજી બે ચાર મિનિટ ઉકાળો
  • હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુમૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.
  • કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો
  • ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો  હોટ ચોકલેટ મિલ્ક

hot chocolate recipe in gujarati notes

  • અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
  • હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો