Go Back
+ servings
મીઠા વાળા આમળા - Mitha vara aamla - mitha wala amla - mitha wala amla recipe - મીઠા વાળા આમળા બનાવવાની રીત - Mitha vara aamla banavani rit - mitha wala amla banavani rit - mitha wala amla recipe in gujarati

મીઠા વાળા આમળા બનાવવાની રીત | Mitha vara aamla banavani rit | mitha wala amla banavani rit | mitha wala amla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા વાળા આમળા બનાવવાની રીત - Mitha vara aamla banavani rit શીખીશું. આ રીતે તૈયાર કરેલ આમળા તમે લાંબો સમય સુંધી સાચવી શકો છો અને એનો અલગ અલગ વાનગી માં કે સીધા ખાવા માં ઉપયોગ કરી શકો છો આમળા ની સીઝનમાં આમળા લઈ એને મીઠા વાળા પાણી માં રૂમ ટેમ્પરેચર માં લાંબો સમય સુધી સાચવી શકો છોતો ચાલો mitha wala amla banavani rit - mitha wala amla recipe in gujarati શીખીએ
4.34 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 10 વ્યક્તિ

Ingredients

mitha wala amla banava jaruri samgri

  • 500 ગ્રામ આમળા
  • 20-25 તીખા લીલા મરચા
  • 2 ½ ચમચી મીઠું
  • 500 એમ. એલ. પાણી

Instructions

મીઠા વાળા આમળા | Mitha vara aamla | mitha wala amla | mitha wala amla recipe

  • મીઠા વાળા આમળા બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી એક એક આમળા ને કોરા કરી એક બાજુ મૂકો
  • ત્યારબાદ લીલા મરચા ને પણ પાણી માં બરોબર ધોઇ કાઢો ને એને પણ કપડા થી સાવ કોરા કરી લ્યોઅને મરચા માં કાપા પાડી લ્યો
  • હવે ગેસ પર એક તપેલી માં પાંચસો એમ એલ. પાણી માં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ મિનિટ ઢાંકી ને ઉકાળીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો અને એમાં આમળા નાખી દયો અને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દયો
  • પાંચ મિનિટ પછી એમાં મરચા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાણી ને બિલકુલ ઠંડુ થવા મૂકો અને પાણી બિલકુલ ઠંડુ થાય એટલે એક કાંચ ની બરણી માં ભરી લ્યો ને ધ્યાન રહે કે આમળાને મરચા ઉપર પાણી નું લેવલ રહે.
  • તૈયાર મીઠા વાળા આમળા ને તમે બીજા દિવસ થી ખાઈ શકો છે ને અઠવાડિયા માં આમળા બરોબર તૈયાર થઈ જશે ને મજા લ્યો મીઠા વાળા આમળા

mitha wala amla recipe in gujarati notes

  • જો તમને લાગે કે આમળા ડૂબતા નથી તો બીજું મીઠા વાળુ ગરમ પાણી દસ મિનિટ ઉકાળી ને ઠંડુ કરી બરણીમાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો