ફણસીનું શાક બનાવવા સૌપ્રથમ ફણસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો.
એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા કરેલ ફણસી નાખો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવો અને ત્યાર બાદ ઝારા થી કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો ત્યારબાદ ચારણી માં કાઢી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની કતરણ નાખીએ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સફેદ તલ નાખી તતડાવો.
ત્યારબાદ હવે એમાં ફણસી નાખો ને મિક્સ કરી લ્યો સાથે સીંગદાણા નો ભૂકો ને મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
હવે ફૂલ તાપે એમાં સોયા સોસ, વિનેગર અને ખાંડનાખી મિક્સ કરો ને ફૂલ તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ મજા લ્યો ફણસી નું શાક