મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ,આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો
મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.
ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈના લોટનું ખીચું