પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.
ત્યારબાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો
હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખીકુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.
ત્યારબાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો
હવે બીજા વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાંસૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડનથાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલમરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક