માખણ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ વાળુ દૂધ ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો ત્યારબાદ એના પર જામેલ મલાઈ એક વાસણમાં કાઢી લ્યો.
આમ રોજ દૂધ ગરમ કરી ઠંડુ કરી મલાઈ કાઢી લ્યો ( દૂધ ઠંડુ થાય પછી ફ્રીઝ માં મૂકી દેવાથી મલાઈ સારી એવી બને છે ) ને ફ્રીઝ માં મૂકતા જાઓ આમ 15-20 દિવસ ની મલાઈ જમાં કરી લ્યો
( અથવા નવશેકું હોય ત્યારે અડધી ચમચી દહીં કે છશ નાખી જમાવી લ્યો ને ત્યાર બાદ એના પર આવેલા મલાઈ ને એક વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકતા જાઓ વીસ દિવસ પછી બહારકાઢી ઠંડક ઓછી થાય ઓછી બ્લેન્ડર વડે મિક્સ કરી માખણ અલગ કરી લ્યો )
પંદર વીસ દિવસ પછી મલાઈ બહાર કઢી ઠંડક કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં દહી નું મેરવાણ નાખી ઢાંકી ને છ સાત કલાક જમાવા મૂકો ( અથવા મલાઈ ની ઠંડક નીકળે એટલે નવશેકી ગરમ કરી એમાં દહી નાખી ઢાંકી ને છ સાત કલાક મૂકી દયો )
મલાઈ બરોબર જામી જાય એટલે મિક્સર જાર માં કે બ્લેન્ડર વડે મલાઈમાં થોડુ પાણી નાખી પીસી લ્યો ને માખણ અલગ થાય ત્યાં સુંધી જેરી લ્યો અને માખણ અલગ થાય એટલે એને અલગ કાઢી લ્યો ને ઠંડા પાણી થી ધોઈ ને માખણ માં રહેલા છાસ ને અલગ કરીલ્યો ને એમાં ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો માખણ