Go Back
+ servings
કાચા કેળાનું શાક બનાવવાની રીત - kacha kela nu shaak gujarati recipe - કાચા કેળા નું શાક બનાવવાની રીત - kacha kela nu shaak recipe - kacha kela nu shaak banavani rit - kacha kela nu shaak recipe in gujarati - કાચા કેળાનું શાક - kacha kela nu shaak - કેળા નું શાક - kacha kela nu shaak - kela nu shaak - kacha kela nu shaak recipe

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak gujarati recipe | કાચા કેળા નું શાક બનાવવાની રીત | kacha kela nu shaak recipe | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાચા કેળાનું શાક બનાવવાની રીત - kacha kela nu shaak banavani rit શીખીશું. આ શાક ને તમે રોટલીપરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો, ઘર ના બધા એક વખત ખાધા પછી બીજી વાત ચોક્કસ બનાવવાનું કહશે તો ચાલો કાચા કેળા ની સબ્જી - kacha kela nu shaak gujarati recipe - kacha kela nu shaak recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચા કેળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 કાચા કેળા
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી રાઈ
  • 3-4 સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરું
  • 3-4 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 1-2 એલચી
  • 7-8 લસણની કણી
  • 1 ઇચ આદુનો ટુકડો
  • 1-2 ડુંગળી
  • 1-2 ટમેટા (ઓપ્શનલ છે)
  • 1 ચમચી હળદર
  • 1-2 ચમચી શેકેલ બેસન
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી મેથી દાણા
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી મેથી પાઉડર
  • ½ કપ પાણી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

કાચા કેળાનું શાક | kacha kela nu shaak | કાચા કેળા નું શાક |  kacha kela nu shaak | kacha kela nu shaak recipe

  • કાચા કેળા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, રાઈ ,સૂકા લાલ મરચા, જીરું,મરી , તજ નો ટુકડો, મોટી એલચી, એલચી નાખી પાંચ દસ મિનિટ ઉકાળવું,
  • ત્યારબાદ ગેસ બંધ કરી મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુ નો ટુકડો, ડુંગળી  અને ટમેટા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે કેળા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી મિડીયમ સાઇઝ કટકા કરી લ્યો ને કટકા પર તૈયાર કરેલ પેસ્ટ ની બે ચમચી, શેકેલ બેસન, સ્વાદમુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી કેળા ને બરોબર મિક્સ કરી કોટીગ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ વાળા કેળા નાખી બધી બાજુ થી બરોબર શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને એજ તેલ માં મેથી દાણા અને તમાલ પત્રના પાન નાખી શેકો,
  • ત્યારબાદ એમાં તૈયાર કરેલ પેસ્ટ નાંખી ને એક મિનિટ શેકી લ્યો સાથે લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેથી હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ બે કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી ગ્રેવી ને ઉકળવા દયો ગ્રેવી ઉકળવા લાગે એટલેએમાં શેકી રાખેલ કેળા નાખો ને મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવો ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો કેળા નું શાક

kacha kela nu shaak recipe in gujarati Notes

  • અહી કેળા કાચા કે પાકા બને લઈ શકો છો
  • કોટીંગ માટેના મિશ્રણ માં બેસન ચોક્કસ નાખજો તો કોટીંગ સારી થશે
  • ગ્રેવી પિસ્તી વખતે બે ચાર ચમચી નારિયળ ની છીણ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો