મૂળા નું શાક બનાવવા સૌપ્રથમ મૂળ ના પાંદડા અલગ કરો લ્યો અને જાડી દાડી ઓ પાંદડા થી અલગ કરી કાચા કાચા પાંદડા ને સાફ કરી અલગ કરી લ્યો,
ત્યારબાદ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો ને ગરમ પાણી માં પાંચ મિનિટ માટે નાખી દયો અને પાંચ સાત મિનિટ પછી કાઢી લઈ એને પણ સુધારી લ્યો ત્યાર બાદ મૂળા ને પણ પાણીથી બરોબરધોઇ ને સાફ કરી લ્યો ને છોલી લ્યો અને મિડીયમ સાઇઝ ના ગોળ કે ચોરસ કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, મેથી દાણા અને હિંગ નાખી તતડાવી લ્યો,
ત્યારબાદ એમાં લસણ નાખો ને બરોબર શેકો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ટમેટા થોડા ગરી જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકો
ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં અડધો કપ પાણીનાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી એમાં મૂળા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને અડધું ઢાંકણ ઢાંકી બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો
ત્રણ ચાર મિનિટ પછી ચેક કરો જો મૂળા બરોબર મેસ થઈ જાય તો શાક ચડી ગયું છે અને જો મેસ ના થાય તો પાણી નો છંટકારો કરી ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મૂળા નું શાક