ફાફડા ની કઢી ચટણી બનાવવા માટે એક વાસણ માં ચાળી ને બેસન લ્યો એમાં દહી નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર અને એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો,
ત્યારબાદ લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં બેસન મિક્સ કરેલ મિશ્રણ નાખી હલાવતા રહો
મિશ્રણમાં જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો ને એક વખત ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ બરોબર ઉકળી લ્યો અને બિલકુલ ઘટ્ટ થયા ત્યાં સુંધી ચડાવો,
( જો વધારે ઘટ્ટ લાગતી હોય તો થોડુંપાણી નાખી બે મિનિટ ઉકળી લેવી) ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનોરસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ફાફડા માટેની કઢી ચટણી