Go Back
+ servings
ડ્રાયફ્રુટ ચીકી - ડ્રાય ફ્રુટ ચીકી - dry fruit chikki recipe - dry fruit chikki - ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત - ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત - dry fruit chikki recipe in gujarati - dry fruit chikki banavani rit

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati | dry fruit chikki banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત - dry fruit chikki banavani rit શીખીશું, ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતી ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ,કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ,માવા વાળી, ગોળ વાળી, ખાંડવાળી માંથી  અલગ અલગ પ્રકારની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કી એક બીજાથી  અલગ જ સ્વાદ લાગે છે તો આજ આપણે મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત - dry fruit chikki recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી|  ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit chikki ingredients

  • ¾ કપ બદામ
  • ¾ કપ કાજુ
  • 3-4 ચમચી પિસ્તા
  • 3-4 ચમચી પમકીન બીજ
  • 1 કપ ઝીણો સમારેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ઘી

Instructions

ડ્રાયફ્રુટ ચીકી | ડ્રાય ફ્રુટ ચીકી | dry fruit chikki recipe | dry fruit chikki

  • ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવાટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા નાપણ કટકા કરી લ્યો  અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કેતેલ લગાવી લ્યો
  • હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,
  • ગોળનો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવીને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી

dry fruit chikki recipe in gujarati notes

  • ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી,  તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળનું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
  • ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
  • બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામથી ઉખાડી શકશો
  • પ્લેટફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો