Go Back
+ servings
આમળા નો મુરબ્બો - આમળાનો નો મુરબ્બો - amla no murabbo - આમળા નો મુરબ્બો બનાવવાની રીત - amla no murabbo banavani rit - amla no murabbo recipe in gujarati - amla no murabbo recipe

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati | amla no murabbo recipe

નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો મુરબ્બો બનાવવાની રીત - amla no murabbo banavani rit શીખીશું, આ મુરબ્બો તમે બાર મહિના સુંધી સાચવી ને ખાઈ શકો છો આમળા માં ભરપૂર માત્ર માં વિટામિન્સ રહેલા હોય છે એટલે એ ગમે એમ ખાઈ શક્ય છે ઘણા ને આમળા તૂરા લાગતા હોય છે એટલે ખાતા નથી તો આજ એમના માટે અલગ રીત થી તૂરા ના લાગે એમ આમળા ખાવા નો વિકલ્પ લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત - amla no murabbo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 1 hour 30 minutes
Total Time: 1 hour 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો આમળા 1
  • 750 ગ્રામ ખડી સાકર / સાકાર
  • 2-3 મીઠું + 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

Instructions

આમળા નો મુરબ્બો | આમળાનો નો મુરબ્બો | amla no murabbo | amla no murabbo recipe

  • આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી એમાં એક બેચમચી મીઠું નાખી અને આમળા ડૂબે એટલું પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ હાથ થી ઘસી ને ધોઇ લ્યો ને બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અથવા આમળા ડૂબે એટલું પાણી લ્યો એમાં બે ત્રણ ચમચી મીઠું નાખો ને મિક્સ કરી લ્યો અને હવે ધોઇ ને સાફ કરેલ આમળા માંથી એક આમળા ને લ્યો ને કાટા ચમચી થી આખા આમળા માં કાણા કરો ને કાણા કરેલ આમદો મીઠા વાળા પાણી માં નાખો આમ એક એક આમળા પ્ર કાંટા ચમચી થી કાણા કરી મીઠા વાળા પાણી માં નાખતા જાઓ
  • બધા આમળા પાણી માં બરોબર દુબે એટલું પાણી નાખવું ત્યાર બાદ ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે મીઠા વાળા પાણી માંથી કાઢી બીજા સાફ પાણી થી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો અને જો મોટી મોટી સાકાર હોય તો સાકાર ને ધાસ્તા થી ફૂટી લ્યો
  • હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં આમળા સાકાર અને પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે એકાદ કલાક ચડવા દયો ને વચ્ચે દસ દસ મિનિટ ઢાંકણ ખોલી મિક્સ કરતા જાઓ આમ એક કલાક પછી આમળા અંદર સુંધી બરોબર ચડી જસે
  • એકાદ કલાક આમળા ને ઢાંકી ને ચડાવ્યા પછી ધીમા તાપે આમળા ને ખુલ્લા અડધો કલાક આઠ ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવો ચાસણી ઘટ્ટ થઈ ને ચિકાસ પડતી થાય એટલે ગેસ બંધ કરી આમળા અને ચાસણી ને બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા નો મુરબ્બો

amla no murabbo recipe in gujarati notes

  • આમળા ને કાંટા ચમચી કે ટૂથ પિક થી કાણા પાડી ને ઉકળવા જેથી ધીમા તાપે ચડાવા થી અંદર સુધી મીઠાસ પહોંચે
  • તમે ઇચ્છો તો પા ચમચી એલચી પાઉડર પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો