Go Back
+ servings
બાજરી ના અપ્પમ - bajri na appam - bajri na appam recipe - બાજરી ના અપ્પમ બનાવવાની રીત - bajri na appam banavani rit - bajri na appam recipe in gujarati

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam banavani rit | bajri na appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના અપ્પમ બનાવવાની રીત - bajri na appam banavani rit શીખીશું, આમ તો અપ્પમ આપણે સોજી માંથી કે પછી ઈડલી ના મિશ્રણ માંથી બનાવતા હોઈએ પણ શિયાળામાં બાજરા ના લોટ માંથી બનતી વાનગી ખાવી ખૂબ સારી તો બાજરા ના રોટલા બનાવી ને કંટાળી ગયા હો તો આ રીતે અપ્પમ બનાવી એક નવો સ્વાદ માણી શકાય છે તો ચાલો bajri na appam recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

બાજરીના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાજરાનો લોટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ છીણે લુંગાજર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 8-10 ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ દહી
  • ½ કપ પાણી
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી સફેદ તલ ચમચી
  • તેલ જરૂર મુજબ

Instructions

બાજરી ના અપ્પમ | bajri na appam | bajri na appam recipe

  • બાજરી ના અપ્પમ બનાવવા સૌપ્રથમ ડુંગરી ને ઝીણી ઝીણી સુધારી લ્યો , ગાજર ને છીણી લ્યો,લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને ઝીણા સુધારી લ્યો અને કાચા મીઠા લીમડાના પાન ને ધોઇ ને ઝીણા સુધારી લ્યો
  • હવે એક મોટા વાસણમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં દહી, થોડું થોડુ પાણીનાખતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા,લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર અપ્પમ પાત્ર ગરમ મુકો એમાં પા પા ચમચી તેલ / ઘી નાખો અને સાથે બે બે ચપટી સફેદ તેલ નાંખી એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ને ધીમા તાપે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવા દયો ત્યાર બાદ એક એક ને ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ બધા અપમ તૈયાર કરી લ્યો
  • અથવાતો તવી પર તેલ કે ઘી લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ નો એક કડછી નાખી થોડું ફેલાવી લ્યોને ઢાંકી ને બે મિનિટ ચડાવો ત્યાર બાદ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો
  • આમ ગરમગરમ અપમ તૈયાર કરી લ્યો ને ચટણી, સોસ સાથે સર્વ કરો બાજરી ના અપ્પમ

bajri na appam recipe notes

  • અહી તમે લીલું લસણ ઝીણું સમારેલું પણ નાખી શકો છો
  • બાજરાના લોટ સાથે ચણા નો, ચોખાનો કે ઘઉં નો કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો