ગેસ પર એક કુકર માં તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ,
ત્યારબાદ એમાં પાપડી દાણા અને તુવેર દાણા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકો,
ત્યારબાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખો ને બરોબર મિક્સ કરી કુકર બંધ કરો મિડીયમ તાપેબે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
મુઠીયા બનાવવાની રીત
મુઠીયા બનાવવા એક વાસણમાં સાફ કરી ધોઇ ને ઝીણી સુધારેલી મેથી, ઝીણા સમારેલા લીલાં ધાણા,ઝીણું સમારેલું લીલું લસણ,ઘઉં નો લોટ, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, ખાંડ, મસળી ને અજમો, લીંબુનો રસ,આદુ પેસ્ટ,સફેદ તલ, તેલ એકબે ચમચી, બેકિંગ સોડા તથા સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એમાંથી ગોળ કે લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલેએમાં તૈયાર કરેલ મુઠીયા નાખો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એક વાસણમાં કાઢીને એક બાજુ મૂકો