Go Back
+ servings
આમળા કેન્ડી બનાવવાની રીત - amla candy recipe gujarati - amla candy banavani rit - આમળા કેન્ડી - amla candy - amla candy recipe

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati | amla candy banavani rit

નમસ્તેમિત્રો આજે આપણે આમળા કેન્ડી બનાવવાની રીત - amla candy recipe gujarati શીખીશું. આજ કાલ બજારમાં મસ્ત આમળા મળે છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને બધા એનું અલગ અલગ રીતે ખાતા હોય છે આમળા માંથી અથાણું, મુખવાસ, જ્યુસ,મુરબ્બો વગેરે બનાવતા હોય છે ને આજકાલ બજારમાં બધે આમળા કેન્ડી ખૂબ જોવામળે છે જે  ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ બહાર જેવી જ ઘરે સફેદ સોફ્ટ amla candy banavani rit - amla candy recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
dry time: 2 days
Total Time: 2 days 40 minutes
Servings: 25 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

આમળા કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | amla candy ingredients in gujarati

  • 1 કિલો આમળા
  • 600 ગ્રામ પીસેલી સાકાર / ખાંડ
  • 2 ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ

Instructions

આમળા કેન્ડી | amla candy | amla candy recipe

  • આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં અથવા ઝીપ લોક બેગ માં ભરી ને ફ્રિજર માં ચોવીસ કલાક માટે મૂકો ચોવીસ કલાક પછી આમળા બહાર કાઢી લ્યો અને એને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ત્યારબાદ એક થી દોઢ કલાક માટે એમજ મૂકી દયો
  • એકાદ કલાક પછી એક એક આમળા ને હાથ થી કે ચાકુથી ચીરી અલગ કરી લ્યો હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો ( આમળા ની ચીરી ડૂબે એટલું પાણી)ગરમ કરવા મૂકો)પાણી ઉકળવા લાગે એટલે એમાં આમળા ની ચીરી નાખો ને પાંચ મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ચારણી માં આમળા નાખો પાણી નિતારી લ્યો ને ચીરી ને કપડા પર નાખી ફેલાવી ને એક બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ ચીરી બધી ભેગી કરી લ્યો,
  • હવે એક મોટા વાસણમાં પીસેલી સાકાર અથવા ખાંડ લ્યો એમાં આમળા નાખો ને હલકા હાથે કે વાસણ હલાવી ને આમળા ને ખાંડ ભેગી કરી લ્યો
  • ખાંડ ને આમળા ને દિવસ માં બે ત્રણ વખત બરોબર હલકા હાથે મિક્સ કરી લ્યો આમ બે દિવસ સુંધી હલાવી ને મિક્સ કરતા રહો ત્રીજા દિવસે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ફરી ઢાંકી આખો દિવસ રહેવા દયો ચોથા દિવસે આમળા ને ચારણી માં નાખી એમાંથી ખાંડ નું પાણી અલગ કરી લ્યો ને આમળા ને થાળી કે કપડા પર અલગ અલગ નાખી તડકા માં બે દિવસ સૂકવી લ્યો અને જો ઘર માં સૂકવો તો ચાર પાંચ દિવસ સૂકવવા
  • બે દિવસ પછી આમળા કોરા થઈ ગયા હસે જેને ભેગા કરી લ્યો અને એના પર ચાર પાંચ ચમચી પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો જેથી એક બીજા માં ચોટી ના જાય ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા કેન્ડી

amla candy recipe in gujarati notes

  • આમળામાં લીંબુ નો રસ નાખવાથી આમળા કાળા નથી પડતા ઘણા લોકો આમળા બાફતી વખતે ચપટી ફટકડી નાખતા હોય છે જેથી પણ સુકાવ્યા પછી આમળા કાળા નથી પડતા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો