આ એક રાજસ્થાની શાક છે જે કોઈ સારા પ્રસંગ કે લગ્ન પ્રસંગમાં બનાવી ખવાતી હોય છે. આ શાકમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવશું તો પણ ખુબ જ સ્વાદીસ્ટ બને છે અને રોટલી રોટલા સાથે ખુબજ સ્વાદીસ્ટ લાગશે. તો ચાલો Govind gatta – ગોવિંદ ગટ્ટા બનાવવાની રીત શીખીએ.
ગટ્ટા બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ
- કાજુ ઝીણા સુધારેલા 3-4 ચમચી
- બાદમ ઝીણી સુધારેલી 3-4 ચમચી
- પીસ્તા ઝીણા સુધારેલા 2-3 ચમચી
- મોરો માવો 5-7 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર ¼ ચમચી
- ઘી 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
ગ્રેવી માટેની સામગ્રી
- ઘી / તેલ 4-5 ચમચી
- મરી 2-3
- તજ નો ટુકડો 1 ઇંચ
- મોટી એલચી 1
- આદું લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
- દહીં 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- કાજુ પેસ્ટ 3-4 ચમચી
- મોરો માવો 3-4 ચમચી
- લીલા નારિયલ ની પેસ્ટ 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Govind gatta banavani rit
ગોવિંદ ગટ્ટા બનાવવા સૌથી પહેલા કાજુ ને પાણીમાં પલાળી મુકો. હવે કાજુ, બાદમ અને પિસ્તાની કતરણ કરી લ્યો અને ત્યાર બાદ આદુ લીલા મરચાની પેસ્ટ બનાવી લ્યો અને દહીંમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
ગટ્ટા બનાવવાની રીત
સૌથી પહેલા કથરોટ માં બેસન ને ચડી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચ્ચ્મ્હી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લઇ બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો.
હવે બીજી થાળીમાં મોરો માવો, કાજુ, બાદમ અને પિસ્તાની ઝીણી કતરણ નાખો સાથે મરી પાઉડર અને સ્વાદ મુજબ થોડું મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઈઝ ની ગોળી બનાવી લ્યો. હવે બાંધેલા લોટ માંથી માવા ની ગોળી થી બે ગણી મોટા લુવા કરી લ્યો અને એક લુવો લઇ એને બને હથેળીમાં ગોળ ફેરવી ગોળ બનાવી હથેળી થી દબાવી ફેલાવી નાની પૂરી બનાવો.
તૈયાર પુરીમાં માવા વાળી ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરીથી હથેળી વચ્ચે ફેરવી ગોળ ગોળી બનાવી લ્યો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી પાણી ઉકળવા લાગે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પંદર થી વીસ મિનીટ ચડાવી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી એમાંથી ગટ્ટા અલગ કરી પાણી એમજ તપેલી માં રહેવા દયો.
ગ્રેવી બનાવવાની રીત
ગેસ પર કડાઈમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી, મોટી એલચી, તજ નો ટુકડો નાખી શેકી લ્યો ત્યાર બાદ આદું મરચાની પેસ્ટ નાખો અને એને પણ શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં મસાલા વાળું ધી નાખી મિક્સ કરી દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો.
દહીં ઉકાળવા લાગે એટલે એમાં લીલા નારિયલ ની પેસ્ટ, મોરો માવો અને કાજુની પેસ્ટ નાખી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ બેસન ના ગટ્ટા નાખી મિક્સ કરી એમાં જે પાણીમાં ગટ્ટા બાફ્યા તા એ પાણી અડધો કપ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
સાત મિનીટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લઇ બે મિનીટ ચડાવી લ્યો. બે મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રાજસ્થાની શાક ની મજા લ્યો. તો તૈયાર છે ગોવિંદ ગટ્ટા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોવિંદ ગટ્ટા બનાવવાની રીત

Govind gatta banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્ક્ષર
- 1 તપેલી
Ingredients
ગટ્ટા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બેસન
- 3-4 ચમચી કાજુ ઝીણા સુધારેલા
- 3-4 ચમચી બાદમ ઝીણી સુધારેલી
- 2-3 ચમચી પીસ્તા ઝીણા સુધારેલા
- 5-7 ચમચી મોરો માવો
- મીઠું સ્વાદ મુજબ
- ¼ ચમચી મરી પાઉડર
- 2-3 ચમચી ઘી
- પાણી જરૂર મુજબ
ગ્રેવી માટેની સામગ્રી
- 4-5 ચમચી ઘી / તેલ
- 2-3 મરી
- 1 ઇંચ તજ નો ટુકડો
- 1 મોટી એલચી
- 2 ચમચી આદું લીલા મરચા ની પેસ્ટ
- 1 કપ દહીં
- 1 -2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 3-4 ચમચી કાજુ પેસ્ટ
- 3-4 ચમચી મોરો માવો
- 1 ચમચી લીલા નારિયલ ની પેસ્ટ
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Govind gatta banavani rit
- ગોવિંદ ગટ્ટા બનાવવા સૌથી પહેલા કાજુ ને પાણીમાં પલાળી મુકો. હવે કાજુ, બાદમ અને પિસ્તાની કતરણ કરી લ્યો અને ત્યાર બાદ આદુ લીલા મરચાની પેસ્ટ બનાવી લ્યો અને દહીંમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
ગટ્ટા બનાવવાની રીત
- સૌથી પહેલા કથરોટ માં બેસન ને ચડી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચ્ચ્મ્હી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લઇ બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો.
- હવે બીજી થાળીમાં મોરો માવો, કાજુ, બાદમ અને પિસ્તાની ઝીણી કતરણ નાખો સાથે મરી પાઉડર અને સ્વાદ મુજબ થોડું મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઈઝ ની ગોળી બનાવી લ્યો. હવે બાંધેલા લોટ માંથી માવા ની ગોળી થી બે ગણી મોટા લુવા કરી લ્યો અને એક લુવો લઇ એને બને હથેળીમાં ગોળ ફેરવી ગોળ બનાવી હથેળી થી દબાવી ફેલાવી નાની પૂરી બનાવો.
- તૈયાર પુરીમાં માવા વાળી ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરીથી હથેળી વચ્ચે ફેરવી ગોળ ગોળી બનાવી લ્યો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી પાણી ઉકળવા લાગે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પંદર થી વીસ મિનીટ ચડાવી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી એમાંથી ગટ્ટા અલગ કરી પાણી એમજ તપેલી માં રહેવા દયો.
ગ્રેવી બનાવવાની રીત
- ગેસ પર કડાઈમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી, મોટી એલચી, તજ નો ટુકડો નાખી શેકી લ્યો ત્યાર બાદ આદું મરચાની પેસ્ટ નાખો અને એને પણ શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં મસાલા વાળું ધી નાખી મિક્સ કરી દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો.
- દહીં ઉકાળવા લાગે એટલે એમાં લીલા નારિયલ ની પેસ્ટ, મોરો માવો અને કાજુની પેસ્ટ નાખી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ બેસન ના ગટ્ટા નાખી મિક્સ કરી એમાં જે પાણીમાં ગટ્ટા બાફ્યા તા એ પાણી અડધો કપ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
- સાત મિનીટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લઇ બે મિનીટ ચડાવી લ્યો. બે મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રાજસ્થાની શાક ની મજા લ્યો. તો તૈયાર છે ગોવિંદ ગટ્ટા.
Notes
- જે મુજબ તમને શાકમાં ગ્રેવી પસદ હોય એ મુજબ બાફેલા ગટ્ટા વાળું પાણી નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Masaledar Shinghoda nu shaak ni rit | મસાલેદાર સિંગોડાનું શાક ની રીત
Matar Mushroom nu shaak | મટર મશરૂમ નું શાક
fansi dhokli banavani rit | ફણસી ઢોકળી
Bharelo bajra no rotlo banavani rit | ભરેલો બાજરા નો રોટલો
Lili haldar marcha aadu ane lasan nu athanu | લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું
Potli daal dhokli | પોટલી દાળ ઢોકળી
