ખુજ ખસ્તા અને ટેસ્ટી એવી આ મટર મસાલા પૂરી એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એ નક્કી છે. બનાવી ખુબ સરળ છે અને ચા, દહીં, ચટણી અથાણા કે શાક સાથે સર્વ કરી શકો છો અને બાળકોને ટીફીન માં પણ બનાવી શકો છો. ઘણીવાર આપણને વટાણાની કચોરી (Kachori) ખાવાનું મન થાય, પણ તે બનાવવામાં ખુબ સમય લાગે છે. આ મસાલા પૂરીમાં તમને કચોરી જેવો જ ચટાકેદાર સ્વાદ મળશે. આ પૂરીની ખાસિયત એ છે કે તે લાંબો સમય સુધી નરમ રહે છે, એટલે કે જો તમે ક્યાંક બહાર ફરવા (Traveling) જતા હોવ તો થેપલાની જગ્યાએ આ પૂરી સાથે લઈ જઈ શકો છો
INGREDIENTS
- ઘઉંનો લોટ 2 કપ
- મટર 1 કપ
- લીલા મરચા 2-3
- જીરું 1 ચમચી
- આદુના કટકા 2-3
- કાચી વરીયાળી 2 ચમચી
- સોજી 2-3 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ચીલી ફ્લેક્ષ 1 ચમચી
- હળદર ½ ચમચી
- અજમો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Matar Masala Puri banavani rit
લીલા વટાણાની મસાલા પૂરી બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને ધોઈ ને સાફ કરી લ્યો હવે મિકસર જારમાં આદુના કટકા, લીલા મરચા સુધારેલ, જીરું, કાચી વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ થી ઓછું પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
પીસેલ પેસ્ટ ને એક કથરોટ માં નાખો એમાં સોજી, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફેલ્ક્ષ, ગરમ મસાલો, અજમો મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલ, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનીટ એમજ એક બાજુ મુકો.
દસ મિનીટ પછી એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખી મિક્સ કરતા જાઓ અને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી પાંચ દસ મિનીટ એક બાજુ મુકો.
દસ મિનીટ પછી બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં લુવા માંથી એક એક લુવો લ્યો અને મીડીયમ ઝાડી પૂરી વણી ને થોડી પૂરી વણી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી ને બને બાજુથી ગોલ્ડન થાય ત્ય સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને બધી પૂરી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે મટર મસાલા પૂરી.
લીલા વટાણાની મસાલા પૂરી બનાવવાની રીત

લીલા વટાણાની મસાલા પૂરી – Matar Masala Puri Recipe in Gujarati
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- 1 કપ મટર
- 2-3 લીલા મરચા
- 1 ચમચી જીરું
- 2-3 આદુના કટકા
- 2 ચમચી કાચી વરીયાળી
- 2-3 ચમચી સોજી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચીલી ફ્લેક્ષ
- ½ ચમચી હળદર
- ½ ચમચી અજમો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Matar Masala Puri banavani rit
- લીલા વટાણાની મસાલા પૂરી બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને ધોઈ ને સાફ કરી લ્યો હવે મિકસર જારમાં આદુના કટકા, લીલા મરચા સુધારેલ, જીરું, કાચી વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ થી ઓછું પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
- પીસેલ પેસ્ટ ને એક કથરોટ માં નાખો એમાં સોજી, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફેલ્ક્ષ, ગરમ મસાલો, અજમો મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલ, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનીટ એમજ એક બાજુ મુકો. દસ મિનીટ પછી એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખી મિક્સ કરતા જાઓ અને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી પાંચ દસ મિનીટ એક બાજુ મુકો.
- દસ મિનીટ પછી બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં લુવા માંથી એક એક લુવો લ્યો અને મીડીયમ ઝાડી પૂરી વણી ને થોડી પૂરી વણી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી ને બને બાજુથી ગોલ્ડન થાય ત્ય સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને બધી પૂરી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે મટર મસાલા પૂરી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ક્રિસ્પી વેજી ટોસ્ટ – Veggie Toast Recipe in Gujarati
Lili makai na kabab banavani rit | લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત
Dudhi na crispy bhajiya banavani rit | દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત
Cheese cigar roll banavani rit | ચીઝ સિગાર રોલ બનાવવાની રીત
cheese garlic bread banavani recipe | ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી
