વઢવાણી મરચા બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો અથવા થોડી પાતળી છાલ વાળા મરચા ને પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યોઅને ચાકુથી એક બાજુ કાપા પાડી એક બાજુ મૂકો
હવે એક વાટકામાં મીઠું અને હળદર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને મરચા માં ભરી લ્યોને એક વાસણ કે જાર માં ભરતા જાઓ ને પાંચ છ કલાક એક બાજુ મૂકો છ કલાક પછી ચારણી માંકાઢી એનું હળદર મીઠાનું પાણી નિતારી લ્યો અને કપડા પર પંખા નીચે કે તડકા માં એકાદ અડધાથી એક કલાક સૂકવી લ્યો
હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ને ફૂલ ગરમ કરી નવશેકું થવા મૂકો હવે એક વાસણમાં સાફ કરેલરાઈ ના કુરિયા, મેથી ના કુરિયા, હિંગ લ્યો એના પર નવશેકું તેલ નાખી મિક્સકરી લ્યો
મરચાને રાઈ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સકરી લ્યો મરચા સાથે રાઈ ના કુરિયા સાથે બરોબર મિક્સ કરી લીધા કાંચ ની બરણી માં ભરીલો અને ફ્રીઝ માં મૂકી ને મજા લ્યો વઢવાણી મરચા આથેલ