બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળીજય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યારબાદ છીણી વડે બોટ ને છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો
હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો
બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખોને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો