Go Back
+ servings
ઘી બનાવવાની રીત - ghee banavani rit - ghee banavani rit gujarati ma - ghee recipe in gujarati

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati | ghee banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ઘી બનાવવાની રીત - ghee banavani rit gujarati ma શીખીશું. ઘરે બનાવેલ ઘી ખાવા માં ટેસ્ટી લાગે છે, અને આજ કલ ઘી ઘણાલોકો ખાતા થયેલ છે ઘી ખાવા ના ઘણા ફાયદા આજ કલ વાંચવા મળતા હોય બધા ઘી ને પસંદ કરતા થઈ ગયા છે ઘી બે પ્રકારના હોય છે એક ભેંસ ના દૂધ માંથી બનતું ઘી જે સફેદ હોય છે અનેબીજું ગાય ના દૂધ માંથી બનતું ઘી જે થોડું પીળું બનતું હોય છે તો આજ આપણે ઘરે ghee recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 25 minutes
Cook Time: 35 minutes
Resting time: 5 hours
Total Time: 6 hours
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી મોટી કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ઘી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-15 દિવસ દૂધની મલાઈ 
  • 1 કપ દહી
  • ¼ ચમચી મીઠું 

Instructions

મલાઈ માંથી ઘી બનાવવાની રીત| દૂધની મલાઈ માંથી ઘી બનાવવાની રીત | malai methi gheebanavani rit

  • દૂધની મલાઈ માંથી ઘી બનાવવા સૌપ્રથમ દૂધ ને એક ઉભરા સુંધી ફૂલ તાપેગરમ કરી લ્યો ત્યાર બાદ ધીમા તાપે અડધો કલાક ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ નેઠંડુ થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી દૂધ પર જામેલીમલાઈ કાઢી ને ફ્રીજર માં મૂકો આમ ઓછા માં ઓછા પંદર દિવસની મલાઈ ભેગી કરી લ્યો
  • પંદર દિવસ પછી મલાઈ ને ફ્રીજર માંથી કાઢી ઠંડક નીકળવા દયો ઠંડક નીકળી જાય એટલે એમાં દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ( જો શિયાળા માં નાખો તો વધુ દહી નાખવું ને હો ઉનાળા માં નાખો તો ઓછી દહી નાખવું) ત્યાર બાદ મલાઈ ને આખી રાત કે સાત આઠ કલાક ઢાંકી ને મૂકો
  • આઠ કલાક બાદ મિક્સર જારમાં જામેલ મલાઈ  અડધી નાખો સાથે જરૂર મુજબ પાણી અને મીઠું નાખી પીસી માખણ અલગ કરી લ્યો આમ થોડી થોડી મલાઈ પીસી માખણ અલગ કરી લ્યો ત્યારબાદ માખણ માં ત્રણ ચાર વખત પાણી નાખી મિક્સ કરી માખણ માંથી છાસ કાઢી લ્યો

માખણ માંથી ઘી બનાવવાની રીત| makhan mathi ghee banavani rit

  • માખણ માંથી ઘી બનાવવા એક મોટી જાડા તળિયાવાળી કડાઈમાં માખણ નાખો ને મિડીયમ તાપે હલાવતા રહી ઘી અલગ થાય કડાઈ માં નીચે લાલ રંગ નું કીટું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ( ઘી માં ઉભરા વધારે આવે છે તો ધ્યાન રહે ઉભરાઈ ને બહાર ના આવે એટલે થોડી થોડીવારે હલાવતા રહેવું)
  • ઘી બરોબર અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઘી ને થોડું ઠંડું થવા દયો ને થોડું ઠંડું થાય એટલે ગરણીથી ગાળી લ્યો ને મજા લ્યો શુધ્ધ ઘી

ghee recipe in gujarati notes

  • તમે ઇચ્છો તો મીઠા વગર પણ ઘી તૈયાર કરી શકોછો પણ મીઠા વાળા ઘી નો સ્વાદ ખૂબ સારો આવે છે
  • તાજી તાજી મલાઈ માંથી માખણ બનાવેલ હોય તો એમાંબનતી છાસ નો ઉપયોગ તમે જમવા માં કરી શકો છો પણ ઘણા દિવસ ની મલાઈ હોય તો એવી છાસ નોઉપયોગ જમવા માં ના કરવો એનો ઉપયોગ તમે મીઠા લીમડાના ઝાડ માં કે વાળ સ્મુથ કરવા વાળમાં નાખી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો