લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni banavani rit | lal marcha ni chatni gujarati ma | lal marchani chatni recipe in gujarati | lal marcha ni chutney recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત - Lal marcha ni chatni banavani rit gujarati ma શીખીશું, લાલ મરચા ની ચટણી દરેક ઘર માં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા લોકો સૂકા લાલમરચા પાણીમાં પલાળી ને ચટણી બનાવે તો ઘણા લાલ મરચાના પાઉડર માંથી ચટણી બનાવતા હોય છેપણ આજ આપણે તાજા લાલ મરચા માંથી ટેસ્ટી ને રોટલી, પરોઠા,રોટલા કે ભાત સાથે કે કોઈ પણ નાસ્તા સાથે ખાઈ શકાય એવી Lal marchani chatni recipe in gujarati - Lal marchani chutney recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 7વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મિક્સર
Ingredients
લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી
250 ગ્રામતાજા લાલ મરચા
3-4 ચમચીલીંબુનો રસ
30-35લસણની કણીઓ
સ્વાદ મુજબ મીઠું
1ચમચીમેથી દાણા
1ચમચીજીરું
ચટણીના વઘાર માટેની સામગ્રી
4-5 ચમચીતેલ
1 ચમચીરાઈ
½ચમચીહિંગ
8-10મીઠા લીમડાના પાન
Instructions
લાલ મરચાની ચટણી | lal marcha ni chatni | lal marcha ni chutney | lal marchani chatni recipe | lal marcha ni chutney recipe
લાલ મરચા ની ચટણી બનાવવા મરચા ને સાફ કરી લેશું અને લસણ ની કણી ને પણ છાલ ઉતરી સાફ કરી લેશું ત્યાર બાદ બધી સામગ્રી ને પીસી લઈ એને વઘાર કરી ચટણી તૈયાર કરીશું
લાલ મરચા ની ચટણી બનાવવાની રીત
લાલ મરચા ની ચટણી બનાવવા સૌ પ્રથમ આપણે મરચા ને ધોઇ સાફ કરી લઈ નિતારી ને કપડા થી કોરા કરી લેશું ત્યાર બાદ મરચા ની દાડી કાઢી લેશું
હવે ગેસ પર એક કડાઈમાં મેથી ના દાણા ને ધીમા તાપે બે મિનિટ કે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીલઈ ખરલ કે મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર કરી લેશું
હવે મિક્સર જારમાં લાલ મરચા, લસણ ની કણી, લીંબુનો રસ, સ્વાદમુજબ મીઠુ, મેથી પાઉડર, જીરું નાખી પીસી લેશું ને ત્યાર બાદ પીસવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી ચટણી ને સ્મુથ પીસી લેવી અને એક વાસણમાં કાઢી લ્યો
લાલ મરચાની ચટણી નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ચટણી માંનાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લાલ મરચા ની ચટણી
lal marchani chatni recipe in gujarati notes
અહી તમે તાજા લાલ મરચા લ્યો એ જાડી છાલ વારા આવે એ લેશો તો ચટણી વધારે તીખી નહિ બને
જો તમને બાળકો માટે બનાવી હોય તો અહી તમે લાલ કેપ્સીકમ પણ વાપરી શકો છો
ચટણી તૈયાર થઈ જાય પછી ફ્રીઝ માં મૂકવી જેથી લાંબો સમય ખાઈ શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો