Go Back
+ servings
ટાકોસ બનાવવાની રીત - Tacos banavani rit - Tacos recipe in gujarati

ટાકોસ બનાવવાની રીત | tacos banavani rit | tacos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટાકોસ બનાવવાની રીત - Tacos banavani rit શીખીશું. ટાકોસ આમ તો મેંદાના લોટ ની રોટલી માંથી બનાવી અંદર અલગ અલગ પ્રકારના સ્ટફિંગ નાખી બને બાજુ શેકી નેબનાવવા માં આવે છે બાળકો ને ટાકોસ ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે ઘઉંના લોટ ની રોટલીઅને સોયા વડી વાળુ સ્ટફિંગ બનાવી ટાકોસ બનાવશું જે બાળકો તથા બધા ને ખૂબ પસંદ આવશેતો ચાલો Tacos recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ટાકોસ માટેની રોટલી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

ટાકોસનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ટમેટા
  • 1 ગાજર સુધારેલ
  • ¼ કપ મકાઈ ધાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કપ પલાળી અને બાફી રાખેલ સોયા વડી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરેગાનો
  • ½ ચમચી પિત્ઝા મિક્સ હર્બસ
  • 1-2 ચમચી સેઝવાન સોસ
  • માયોની ઝજરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ચીઝ
  • ડુંગળી ની સ્લાઈસ
  • તેલ જરૂર મુજબ

Instructions

ટાકોસ બનાવવાનીરીત | tacos banavani rit | tacos recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું અને ત્યારબાદ ટાકોસ બનાવવાની રીત શીખીશું

ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડિયમ લોટ બાંધી લ્યો ને લોટને બરોબર મસળી ને ઢાંકી એક બાજુ મૂકો
  • પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને એના રોટલી ની સાઇઝ ના લુવા કરી રોટલી બનાવી લ્યો એના પર તેલ લગાવી એક બાજુ કાપા પાડી ગોળ વટી લ્યો ને ફરી રોલ બનાવી વણી લ્યો અને વનેલ રોટલી ને તવી પ્ર નાખી બને બાજુ થોડી થોડી શેકો ત્યાર બાદ તેલ લગાવી થોડી સેકી ઉતારી લ્યો આમ બધી રોટલી વણી શેકી ને તૈયાર કરી લ્યો 

ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત

  • ટાકોસ બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો હવે એમ સુધારેલ ગાજર, મકાઈ ના દાણા અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો
  • ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સોયા વડી નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં ગ્રીન ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સીજનલ,અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit

  • શેકેલ રોટલી લ્યો એના પર ચમચી માંયોનીઝ અને ચમચી ટમેટો કેચઅપ નાખી મિક્સ કરી એક સરખા ફેલાવી લ્યો હવે એના પર અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો એના પર લાંબી સુધારેલ ડુંગળી અને છીણેલું ચીઝ નાખી બાકી નો અડધો ભાગ ફોલ્ડ કરી થોડું દબાવી લ્યો
  • હવે ગેસ પર ધીમા તાપે તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોસ ને મૂકો ને ધીમા તાપે થોડું દબાવી દબાવી ને શેકો આમ બને બાજુ દબાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ગેસ પરથી ઉતારી બીજા ટાકોસ ને સ્ટફિંગ ભરી શેકો અને તૈયાર ટાકોસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો ટાકોસ

Tacos recipe in gujarati notes

  • અહી સ્ટફિંગ તમે તમારી પસંદ ના શાક ને શેકી ને તૈયાર કરી શકો છો
  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ કે અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો