પૌવા કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ પૌવા લ્યો પૌવા ને બે ચાર પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી વધારા નું પાણી કાઢી લ્યો પૌવા સાવ સોફ્ટ થાય એટલા પલાળી લેવા
પૌવામાંથી વધારા નું પાણી નીકળી જાય એટલે એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખો ને બને ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ સુધારેલ, બાફેલા વટાણા, લાલમરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરુંપાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા અને ચોખાનો લોટ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી મનગમતા સાઇઝ ને આકાર ની કટલેસ બનાવી એક પ્લેટ માં મૂકતા જાઓ ત્યાર બાદ એક વાટકા માંકોર્ન ફ્લોર અને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાંબ્રેડ ક્રમ રાખો અને ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો
હવે તૈયાર કટલેસ ને કોર્ન ફ્લોર સલરી માં બોરી બ્રેડ ક્રમ માં કોટિગ કરી ગરમ તેલ માં મૂકતાજાઓ ને મીડીયમ તાપે એક બાજુ ગોલ્ડન શેકો ત્યાર બાદ બે ચમચી ની મદદ થી ઉથલાવી બીજી બાજુગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ કાઢી લ્યો ને બીજી કટલેસ ને શેકી લ્યોને ગરમ ગરમ કટલેસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો પૌવા કટલેસ