મીઠા ભાત બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ બે ત્રણ પાણી નાખી એક થી બે કલાક પલળવા મૂકો એકાદ બે કલાક પછી પાણી નિતારી લ્યો
ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં લવિંગ અને એલચી નાખી દયો ત્યાર બાદ એમાં નીતરેલ ચોખા અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવાલાગે ત્યાં સુંધી ગેસ ફૂલ તાપે રાખો પાણી ઉકળવા લાગે એટલે મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકીને દસ મિનિટ ચડાવી લ્યો
પાંચ સાત મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો અને ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ભાત ને એક બાજુ મૂકો હવે એક બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલેએમાં એલચી અને લવિંગ નાખો ને શેકો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને ખાંડ નાખો ને હલકા હાથે મિક્સ કરી લ્યો ઢાંકી ને બે ચાર મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવો
ખાંડ નું પાણી બિલકુલ સુકાઈ જાય એટલે એમાં નારિયળ ની કતરણ, બદામ ની કતરણ, ખજૂર ના કટકા, કાજુ ના કટકા નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ બાદ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મીઠા ભાત