વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી પંદર વીસ મિનિટ તડકા માં મૂકી દયો જેથી કરી ને પૌવા ક્રિસ્પી બની જાય ત્યાર બાદ બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ જેટલું તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મકાઈમાં પૌવા થોડા થોડા નાખી ને તરી લ્યો ને તારેલા પૌવા એક થાળી માં કાઢી લ્યો,
ત્યારબાદ એજ કડાઈમાં સીંગદાણા નાખી એને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને એને પણ મકાઈના પૌવા સાથે કાઢી લ્યો
ત્યારબાદ એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ રહેવા દઈ બીજુંતેલ કઢી લ્યો હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો રાઈ બરોબર તતડી જાય એટલે એમાં વરિયાળી અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી મીઠા લીમડા ના પાન ને શેકી લ્યો
હવે ગેસ સાવ ધીમો કરી એમાં હળદર નાખી મિક્સ કરો ને સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
મમરા સાથે મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં તરી રાખેલ મકાઈ ના પૌવા, સીંગદાણા અને સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં પીસેલી ખાંડ નાખો મિક્સ કરી લ્યો,
મમરા સાથે બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી મમરા ને સાવ ઠંડા થવા દયો વઘારેલા મમરા સાવ ઠંડા થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો વઘારેલા મમરા