Go Back
+ servings
બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત - Basundi premix banavani rit - Basundi premix recipe in gujarati

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત - Basundi premix banavani rit અને બાસુંદી બનાવવાની રીત શીખીશું, બાસુંદી ગુજરાત અને મહારાષ્ટ્ર માં વારા તહેવાર અને પ્રસંગ માં ખુબ બનતી હોયછે ને બાસુંદી જો ઓછી મહેનતે ખૂબ ઝડપથી તૈયાર કરી ને મજા લઈ શકાય એટલે આજ આપણે બાસુંદીપ્રિ મિક્સ તૈયાર કરી એકાદ મહિના સાચવી રાખી જ્યારે પણ ઠંડી ઠંડી બાસુંદી ખાવી હોયત્યારે થોડા સમય માં તૈયાર કરી શકીએ તો ચાલો Basundi premix recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

બાસુંદી પ્રિમિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ મિલ્ક પાઉડર
  • 5-6 ચમચી કોર્ન ફ્લોર
  • 1 કપ પીસેલી ખાંડ
  • 1 ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી પિસ્તા પાઉડર
  • 3-4 ચમચી બદામનો પાઉડર 
  • 2-3 ચમચી કાજુનો પાઉડર
  • 2-3 ચમચી ચારવડી 2-3 ચમચી
  • 15-20 કેસરના તાંતણા
  • 2-3 ચમચી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
  • 2-3 કપ પાણી / દૂધ 

Instructions

બાસુંદી પ્રિમિક્સ | Basundi premix | Basundi premix recipe

  • આજે આપણે બાસુંદી પ્રિમિક્સ થી બાસુંદી બનાવવાની રીત શીખીશું

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત

  • બાસુંદી પ્રિમિક્સ બનાવવા સૌપ્રથમ ખાંડ ને પીસી લ્યો ત્યાર બાદ કાજુ ને દર્દરા પીસી લ્યો, બદામ ને દર્દરા પીસી લ્યો,અને પીસ્તા ને દર્દરા પીસી લ્યો આમ બધી સામગ્રી ભેગી કરી તૈયાર કરી લ્યો
  • હવે એક મોટા વાસણમાં મિલ્ક પાઉડર, કાજુ પીસેલા, બદામ પીસેલી, પિસ્તા પીસેલા, ચારવડી, કોર્ન ફ્લોર, પીસેલી ખાંડ, કેસર ના તાંતણા અને એલચી પાઉડર નાખી નેબરોબર મિક્સ કરી લ્યો,
  • મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બાસુંદી પ્રિ મિક્સ

બાસુંદી બનાવવાની રીત

  • બાસુંદી બનાવવા એક કડાઈ માં તૈયાર કરેલ બાસુંદી પ્રિ મિક્સ એક કપ લ્યો એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવું મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજો એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ દૂધ ( ઓપ્શનલ છે ) નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી ફૂલ તાપે હલાવતા રહી મિશ્રણ ને ઉકાળી લ્યો મિશ્રણ ઉકડવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને હલાવતા રહી દસ મિનિટ ઉકાળી લ્યો ( મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું કેમ કે કોર્ન ફ્લોર અને મિલ્ક પાઉડર તરીયા માં બેસી જસે તો બરી શકે છે )
  • દસ મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી બે ત્રણ  ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલેકાજુ, બદામ, પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી સર્વ કરો બાસુંદી

Basundi premix recipe notes

  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • અહી આપણે મિલ્ક પાઉડર નો ઉપયોગ કરેલ હોવાથી બાસુંદી ને તમે પાણી માં પણ બનાવી શકો છો અને દૂધ માં પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો