બટાકા ના ભજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચાળી ને લ્યોએમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, દહીં નાખી ને મિક્સ કરી લ્યો,
ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી ને અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવોત્યાર બાદ હાથ સાફ કરી ને મિશ્રણ ને એક બાજુ દસ પંદર મિનિટ સુંધી એક બાજુ બરોબર ફેટી લ્યો.
બેસનનું મિશ્રણ બરોબર ફેટી લીધા બાદ અજમો મસળી ને નાખો સાથે જીરું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, લીલાધાણા સુધારેલા, હિંગ અને સોજી / ચોખાનોલોટ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સકરી મિશ્રણ ને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો.
હવે બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને છોલેલ બટાકા ને પાણીમાં નાખીમિડીયમ સ્લાઈસ કરી પાણી માં નાખતા જાઓ જેથી બટાકા કાળા ના પડે એટલે પાણી માં નાખી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં બટાકા ને કપડામાંકોરા કરી ને બેસન ના મિશ્રણ માં નાખી બે ત્રણ વખત ફેરવીને બટાકા ની સ્લાઈસ ગરમ તેલ માં નાખી દયો આમ એક એક બટાકા ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બોળી ને ગરમ તેલ માં નાખતા જાઓ.
ભજી યાપર તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી એક બાજુ તરી લ્યો ત્યાં બાદ ઉથલાવી નાખો ને બીજીબાજુ પણ ગોલ્ડન તરી લ્યો બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા ભજીયાને તરવા માટે નાખો આમ બધા ભજીયા ને ગોલ્ડન તરી લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો બટાકા ના ભજીયા.