શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં સિંગોડા નાલોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા બટાકા લીલા મરચા ઝીણાસુધારેલા, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બે બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે એટલું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા સિંગોડા ના લોટ લઈ વણી લ્યો
ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણી રાખેલ પરોઠા નેનાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો,
આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ થી ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે દહીં સાથેસર્વ કરો સિંગોડા ના લોટ માંથી બનાવેલ પરોઠા