શિંગોડા ના લોટ નો શીરો બનાવવા સૌપ્રથમ એક ગેસ પર ગરમ કરવા મૂકોએમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા નાકટકા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો,
ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો હવે બીજી એક ચમચી ઘી નાખી એમાં કીસમીસ ને શેકી લઈ કાજુ સાથે કાઢી લ્યો.
હવે કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી એમાં સિંગોડાં નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો લોટ ને બરોબર લાલ રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ચાર પાંચ મિનિટ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ને ચમચી ઘી નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો,
ત્યારબાદ એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી થોડો ઠંડોકરી ભગવાન ને ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે મજા લ્યો સિંગોડા ના લોટનો શીરો.