નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ મીઠી લસ્સી બનાવવાની રીત બતાવો - lassi banavani rit - lassi banavani recipe શીખીશું, લચ્છી બે પ્રકારની બનતી હોય છેખારી લચ્છી અને મીઠી લચ્છી. આ બને લચ્છી બને તો દહીં માંથી જ છે એટલે ઉનાળા માં બને ખૂબ જ લાભકારી હોય છે. ખારી લચ્છી વધારે પડતી ગુજરાતબાજુ પીવાતી હોય છે, અને મીઠી લચ્છી વધારે પડતી પંજાબ બાજુ પીવાતીહોય છે બને લચ્છી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી ને મજા લઇ શકાય છે લચ્છી પીવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે અને ખોરાક ને પચાવા માં ખૂબ જ મદદ કરે છે તો ચાલો સાદી લસ્સી બનાવવાની રીત - lassi recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 10 minutesminutes
Total Time: 10 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 મિક્સર
Ingredients
lassi recipe ingredients in gujarati
2 ½ કપઠંડુ ફૂલ ક્રીમ દહીં
½કપઠંડુ ફૂલ ક્રીમ દૂધ
¾કપપીસેલી ખાંડ
½ચમચીએલચી પાઉડર
2ચમચીગુલાબ જળ
8-10બરફના ટુકડા
લસ્સી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
ફ્રેશ મલાઈ
બદામ ની કતરણ
પિસ્તા ની કતરણ
ગુલાબ ના પાંદડા
Instructions
લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati
લસ્સી બનાવવાની સૌપ્રથમ મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દહીં નાખો સાથે ઠંડુફૂલ ક્રીમ દૂધ, પીસેલી ખાંડ, એલચી પાઉડર, ગુલાબજળ અને બરફ ના કટકા નાખી મિક્સર જાર બંધ કરી બે મિનિટ બરોબર પીસી લ્યો,
બરોબર પીસાઈ જાય એટલે ઠંડી ઠંડી લચ્છી ને સવિંગ ગ્લાસ માં નાખો ને ઉપરથી ફ્રેશ ક્રીમ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકી ઠંડી ઠંડી મજા લ્યો મીઠી લચ્છી
lassi recipe in gujarati notes
અહી તમે મીઠાસ માટે મધ નો કે બીજી કોઈ સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો
એલચી પાઉડર ઓપ્શનલ છે નાખવો હોય તો નાખો ને પસંદ ના હોય તો ના નાખવો
મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો