ગુલકંદ બનાવવા સૌપ્રથમ દેશી ગુલાબી ગુલાબ માંથી પાંદડીઓ કાઢી લ્યો ને ખરાબ પાંદડી અલગ કરી નાખો ને સાફ કરી લ્યો, ત્યાર બાદ એક બે પાણીથી બરોબર ધોઇ લ્યો જેથી કોઈ કચરો હોય તો એ નીકળી જાય અને ચારણીમાં કાઢી લ્યો.
ત્યારબાદ પંખા નીચે સાફ ને ચોખૂ કોટન નું કપડું પાથરી લ્યો એના પર ગુલાબ ની પાંદડીઓ ફેલાવીને પાણી સુકાવી લ્યો થોડી થોડી વારે કપડા થી પાંદડી ઓને ફેરવી ફેરવી ને સુઆકવી લ્યોજેથી પાંદડીઓ માં પાણી ના રહી જાય. જો ગુલાબ ની પાંદડીઓ સાવ સુકાઈ જાય એટલે એક વાસણમાં ભરી લ્યો
હવે સાકર ને ખંડણી ધસ્તા થી ફૂટી ને પાઉડર કરી લ્યો અથવા મિક્સર માં ફેરવી ને પાઉડર તૈયાર કરી લ્યો અને સાથે કાંચ ની બરણી ને સાફ કરી ને તૈયાર કરી લ્યો
હવે હાથ માં થોડા ગુલાબ ના પાંદડા લ્યો ને સાથે સાકાર પાઉડર લઈ હથેળી વડે મસળી લ્યો ને મસડેલ પાંદડી ને કાચ ની બરણી માં નાખતા જાઓ આમ થોડા થોડા કરી બધા ગુલાબ ના પાંદડા અને સાકર પાઉડર ને મસળી લ્યો ને બરણી માં ભરી લ્યો
ત્યારબાદ કાચ ની બરણી ને ઢાંકણ બંધ કરી તડકામાં મૂકો ને બીજા દિવસે સાફ કોરી ચમચીથી હલાવી લ્યો ને ફરીથી તડકામાં મૂકી દયો ફરી ત્રીજા દિવસે સાફ ચમચી થીહલાવી લ્યો ને ફરી બંધ કરી તડકા માં મૂકો
આમ છ સાત દિવસ સુંધી એકાદ વખત સાફ ચમચીથી હલાવતા રહી તડકામાં મૂકવું સાત દિવસ માં ગુલાબને સાકાર બરોબર મિક્સ થઈ જસે ને ગુલકંદ તૈયાર થઈ જસે તો તૈયાર છે ગુલકંદ