ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદડા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી અડધો કપ ઠંડુ પાણી નાખી જાર બંધ કરીને પીસી ને સ્મૂથ પ્યુરી બનાવી લ્યો,
ત્યારબાદ ફુદીના ની પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો ને જાર માં બીજો અડધો કપ પાણી નાખી મિક્સ કરી એને પણ ગાળી લ્યો અને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ફુદીના ની પ્યુરી નાખી ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો ને પ્યુરી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ ગેસ મીડીયમ કરી હલાવતા રહી દસ મિનિટ ચડાવી લ્યો ને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ચિકાસ પડતું લાગે એટલે ગેસ બંધ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો,
ત્યાર બાદ એમાં ગરણી થી ગાળી ને કડાઈમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો તોતૈયાર છે ફુદીના લીંબુ સીરપ.
ફુદીનાલીંબુ શરબત બનાવવા સૌ પ્રથમ એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો એના પર બે ત્રણ ચમચી તૈયારકરેલ સીરપ નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા અનેલીંબુની સ્લાઈસ મૂકી ને મજા લ્યો ફુદીના લીંબુ શરબત.